બનાસકાંઠામાં ઠંડીનો પારો ગગડયો : તાપમાન ૧૦ ડીગ્રી સુધી પહોંચી જતા લોકો ઠુંઠવાઈ ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉત્તર- પૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. જોકે હજુ પણ આગામી સમયમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં આજે લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ નોંધાયું હતું. આ સીઝનમાં પ્રથમવાર તાપમાન નીચું ગયું છે. છેલ્લા બે દિવસમાં જ કોલ્ડ વેવના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા અગાઉ ૧૪ થી ૧૫ ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેની સીધી અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાની નોબત આવી છે. રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરી ને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ કોલ્ડ વેવની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.