બટાકાના ભાવ ઘટતા બનાસકાંઠાના ખેડૂતો ચિંતાતુર

બનાસકાંઠા
બનાસકાંઠા 52

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતુ. જાેકે બટાકાના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના બટાકા કોલ્ડસ્ટોરેજ માં મુક્યા હતા પરંતુ ત્રણ માસનો સમય પસાર થવા છતાં ભાવ વધવાની જગ્યાએ ઘટી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લાના કોલ્ડ સ્ટોરેજાેમાં હાલ ખેડૂતોના ૨.૭૦ કરોડ થી વધુ બટાકાના કટ્ટા ભાવ વધશે તેવી આશાએ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ વડગામ પંથકમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે. ગત વર્ષે બટાકાના ભાવ ખૂબ જ સારા મળતાં ખેડૂતો બટાકાની ખેતી તરફ વળ્યા હતા. જાે કે બટાટાનું મોંઘું બિયારણ હોવા છતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતુ અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયુ હતુ. જાેકે ખેડૂતોએ ખેતરોમાંથી બટાકા નિકાળવાની શરૂઆત કરતા અચાનક બટાકાના ભાવ ગગડી જતા ખેડૂતોએ પોતાના બટાકા બજારમાં વેચવાની જગ્યાએ ભાવ વધવાની આશાએ કોલ્ડસ્ટોરેજમાં મુક્યા હતા. જાેકે ત્યાર બાદ
કોરોનાની મહામારીના કારણે માર્કેટો બંધ રહેતા અને છેલ્લા ત્રણ માસથી બટાકાની નિકાસ બંધ થઈ જતા બટાકાના સારા ભાવ મળવાની આશા ઉપર પાણી ફરી વળતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની છે.અને ખેડૂતોના કોલ્ડસ્ટોરેજમાં પડેલા બટાકાના ભાડા ચડતા હોવાથી હવે એવી
પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ખેડૂતો તેમના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં લેવા જાય તેમ નથી. જેથી કોલ્ડસ્ટોરેજના માલિકો પણ મુશ્કેલીઓમાં મુકાયા છે.અને તેમના ખેડૂતો સાથેના સંબંધ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે, સરકાર કોલ્ડસ્ટોરેજના
ભાડામાં સબસીડી આપે અથવા કોઈ સહાય આપીને વ્યવસ્થા કરે જેથી ખેડૂત બચી શકે છે.

બનાસકાંઠામાં આ વર્ષે ૩.૧૦ કરોડથી વધુ બટાટાના કટ્ટાનું
ઉત્પાદન થયું હતુ, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતો અને વેપારીઓએ જિલ્લામાં આવેલા ૨૦૦ કરતા વધારે કોલ્ડસ્ટોરેજમાં પોતાના બટાટા મુક્યા હતા. જેથી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પણ સારુ ભાડું મળશે તેમ વિચારીને મલકાયા હતા. પરંતુ હવે પરિસ્થિતિ એવી આવી છે કે સતત ઘટી રહેલા બટાકાના ભાવના કારણે ખેડૂતો-વેપારીઓને કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચૂકવતા કઈ બચે તેમ ન હોવાથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા પોતાના બટાકા લેવા જતા નથી. અત્યારે પણ જિલ્લાના કોલ્ડ સ્ટોરેજાેમાં ૨.૭૦ કરોડથી વધુ બટાકાના કટ્ટા ભાવ વધવાની રાહ જાેઈ રહ્યા છે.ત્યારે કોલ્ડસ્ટોરેજના સંચાલકોની ચિંતા વધતા તેવો પણ સરકાર ખેડૂતોને મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.

ગત વર્ષની બટાકાની તેજી જાેઇ મોંઘા બિયારણો લાવી બટાકાની ખેતી કરાઈ હતી
આ મામલે ખેડૂત બેચરભાઈ ચૌધરીએ રખેવાળ સાથે વાતચીતમાં જણાવેલ કે, અમે ગત વર્ષની બટાકાની તેજી જાેઈને મોંઘા બિયારણ લાવીને વાવેતર કર્યું હતુ. પરંતુ બટાકા નિકળતાં જ ભાવ ગગડી જતાં કોઈ ખરીદનાર ન હતુ. અને અમે કોલ્ડસ્ટોરેજમાં મુક્યા હતા.હવે ખેડૂતોને ભાડુ ચુકવવુ પણ મુશ્કેલ બન્યુ છે.જેથી સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માંગ છે.

ગત વર્ષે બટાકાના સારા ભાવ જાેઇ આ વર્ષે બટાકાનું વાવેતર કર્યું હતું
ગત વર્ષે બટાકાના સારા ભાવ જાેઈને અમે આ વર્ષે બટાકાનું વાવેતર કર્યું હતુ. પરંતુ બજારમાં ભાવ ન મળતાં કોલ્ડ સ્ટોરેજમાં મુક્યા હતા.પણ હવે અમે તેનું ભાડું ચૂકવી શકીએ તેમ નથી.

ખેડૂતો સાથે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોને પણ નુકસાન
આ વખતે બટાકાનું ખૂબ ઉત્પાદન થયું તો પણ કોઈ ખરીદવા આવ્યું નથી. જેથી તેમને કોલ્ડસ્ટોરેજમાં મુક્યા પણ અહીં તેમના ભાડા ખુબજ ચડી ગયા છે. એટલે ખેડૂત ભાડું ચૂકવે તો તેને કઈ બચે તેમ નથી જેથી ખેડૂત અને વેપારીઓને મોટું નુકસાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.