
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં ડીસામાં 71 મિમિ, દાતામાં 64 મિમિ વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ડીસામાં 71 મિમિ, દાતામાં 64 મિમિ વરસાદ નોંધાયો હતો. આજે બનાસકાંઠા- સાબરકાંઠાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં બે થી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવેલી છે. ત્યારે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ખેતી આધારિત ખેડૂતો ખેતી કરતા હોય છે પરંતુ વરસાદે વિલંબ કરતા ખેડૂતોના તૈયાર પાકોને નુકસાનની ભીતિ સેવાઇ હતી જોકે, છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકોને નવજીવન મળ્યું છે, હજુ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સાબરકાંઠા સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, 24 કલાકમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વાવમાં 43 મિમિ, થરાદમાં 10 મિમિ, ધાનેરામાં 24 મિમિ, દાંતીવાડામાં 30 મિમિ, અમીરગઢમાં 39 મિમિ, દાતામાં 64 મિમિ, વડગામમાં 31 મિમિ, પાલનપુરમાં 32 મિમિ, ડીસામાં 71 મિમિ, દિયોદરમાં 24 મિમિ, ભાભરમાં 27 મિમિ, કાંકરેજમાં 09 મિમિ, લાખણીમાં 36 મિમિ, સુઈગામમાં 30 મિમિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોએ કરેલ પાકમાં નવું જીવનદાન મળ્યું છે.