બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકની મંડળીના ડિરેક્ટરે રૂ.10 લાખ માંગી પત્નીને માર માર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા 147

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળીના ડિરેક્ટર અને ડીસા તાલુકાના લોરવાડા સી. આર. સી. કો-ઓર્ડીનેટર મૂળ વડગામ તાલુકાના મેમદપુર અને હાલ પાલનપુર રહેતા જીતેન્દ્ર ભાટીયાએ તેમની પત્ની હેતલબેન નરેન્દ્રકુમાર પરમાર પાસે રૂ.10 લાખ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ હેતલબેનને તેનો પતિ જીતેન્દ્રકુમાર મણીલાલ ભાટીયા અને સાસુ ગીતાબેન મણીલાલ ભાટીયા ઘરકામ બાબતે બોલચાલી કરી ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલ્યા હતા. તેમજ મારે ઘણી છોકરીઓ જોડે સંબંધ છે તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે. તારા પિતા પાસેથી રૂ. 10 લાખ લઇ આવ. તારા લીધે જ મારો દિકરો ઘેર આવતો નથી.

તેમ કહી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે હેતલબેને પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.ની કલમ-498 -એ, 294(બી), 323, 506(2) અને 114 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ-3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પાલનપુર મહિલા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું કે, ફરિયાદમાં દર્શાવેલા આરોપી જિતેન્દ્ર ભાટીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.