બનાસકાંઠા જિલ્લામાં ૧૫માં નાણાં પંચની રકમનો આડેધડ ઉપયોગ થતો હોવાની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા 135

બનાસકાંઠા જિલ્લાના કેટલીક ગ્રામ પંચાયતોની ડિસેમ્બરમાં મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં પડેલી ગ્રાન્ટનો આડેધડ વપરાશ કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે. રાજ્ય સરકાર તરફથી વિકાસના કામો માટે ગ્રામ પંચાયતની વસ્તી પ્રમાણે ગ્રાન્ટ મંજૂર થઈ હોય છે પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઇ ગ્રામ પંચાયતોના સરપંચો જન ઉપયોગી કામોને બદલે મત ઉપયોગી કામો કરી રહ્યા છે. જેમાં પણ અધિકારીઓની રહેમનજર હેઠળ ગટર લાઇન હોય કે પછી સીસી રોડનું કામ હોય દરેકમાં વ્યાપક ગેરરીતિઓ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પહેલાં પડેલી તમામ ગ્રાન્ટ વાપરી નાખવાના ઉતાવળિયા વિકાસના કામોને લઈને ગુણવત્તા પણ અભરાઇએ ચઢાવવામાં આવી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ગામડામાં થઈ રહેલા વિકાસના કામોની ગુણવત્તા તપાસે તો સરકારના કરોડો રૂપિયા વેડફાઈ રહયા હોવાનું સ્પષ્ટ જાેવા મળશે.

ગ્રા.પં.માં એલઇડી, શૌચાલય અને મનરેગામાં મોટી ગેરરીતિઓ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની ગ્રામ પંચાયતોમાં લગાવેલી એલઇડીમાં મોટી ગેરરીતિઓ થયા હોવાનું બહાર આવ્યું છે. બજારમાં ૪૦૦ થી ૫૦૦ રૂપિયે મળતી એલઇડી લાઇટો ગ્રામ પંચાયત મા ૩૫૦૦ થી ૪૦૦૦ સુધી લગાવવામાં આવી છે. આ આ ઉપરાંત શૌચાલયમાં પણ અનેક અરજદારોએ ડબલ લાભ લીધો હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે મનરેગામાં ગરીબ ન હોવા છતાં પંચાયતના સદસ્યો સહિત તેમના કુટુંબીજનો જ નામ હોવાનું પણ રહેલું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.