ડીસા કોલેજમાં બનાસકાંઠા જિલ્લાનો મેગા પ્લેસમેન્ટ ફેર -2024 યોજાયો
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત અને KCG સંચાલિત “બનાસકાંઠા જિલ્લાનો ઝોન2 નોડ2 મેગા પ્લેસમેન્ટ ફેર-2024” સરકારી પોલીટેકનીક, પાલનપુર અને ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સયુંકત ઉપક્રમે, ડીસા કોલેજમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સરકારી અને અનુદાનિત કોલેજના ટેકનીકલ અને નોન-ટેકનીકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 631 જેટલા વિદ્યાર્થીઓએ રજીટ્રેશન કરી દરેક વિદ્યાર્થીઓ જુદી જુદી પાંચ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
જેમાં આઇટી સેન્ટર ડીસા, કે.એસ. બાયોમેડ, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, મહિન્દ્રા હોમ ફાયનાન્સ, ICICI બેંક, જોલી હાયર, બજાજ એલિયન્સ લાઈફ ઇન્શ્યોરન્સ, કોચ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, ડ્યુક પ્લાસ્ટો ટેકનીક પ્રાઇવેટ લિમિટેડ, તનું મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ડીસા કેમિસ્ટ્રી એસોસીએશન અને યુનિવર્સલ કોમ્પ્યુટર વગેરે કંપનીઓ હાજર રહી વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા હતા. તેમજ કોલેજ ના શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રો, પટાવાળા ભાઈ-બહેનો તેમજ NSS સ્વયંસેવકોએ મદદ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની જુદી-જુદી કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.