
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ,પાલનપુર અને ધાનેરાના વાછોલ સહીતના પંથકમા પવન સાથે ધીમા વરસાદની શરૂઆત થઈ છે.જેમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થઈ છે.આમ વર્તમાનમાં વરસાદ થતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે.પાલનપુરમાં કમોસમી વરસાદને લઇ આબુ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે.