બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું જોર વધ્યું : ત્રણ દિવસ પારો ઊંચો રહેવા ની શક્યતાઓ
તાપમાન નો પારો દોઢ ડીગ્રી વધતા આકરી ગરમીનો અનુભવ મહત્તમ તાપમાન 38.7: લઘુતમ તાપમાન 22.5 ડીગ્રી
બનાસકાંઠા જિલ્લામાં ગ્રીષ્મઋતુના પ્રારંભે જ ગરમીનો પારો ઉંચી સપાટીએ પહોંચતા તીવ્ર ગરમીને લઈને રહીશો વ્યાકુળ બન્યા છે. ત્યારે રવિવારે આકાશ માં વાદળોની આવનજાવન વચ્ચે મહત્તમ-લઘુત્તમ તાપમાન ઉંચુ રહેતા ગરમીનુ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગના અહેવાલ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ પારો ઉંચો રહેવા સહિત મહત્તમ તાપમાન 38 થી 40 ડિસે તેમજ લઘુત્તમ તાપમાન 22થી 24 ડીગ્રી રહેવા ઉપરાંત હવામાન સુક્કુ અને આંશિક વાદળછાયુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે. ડીસા હવામાન વિભાગ માંથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ ઉષ્ણતામાન 38.7 ડિગ્રી જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 22.5 ડિગ્રી નોંધાયુ હતું જ્યારે હવામાં ભેજનુ પ્રમાણ 49 ટકા,પવનનીગતિ 8સ પ્રતિ કલાક કિમી નોધાઇ છે હજુ આગામી બે ત્રણ દિવસ સુધી કાળજાળ ગરમીનું સામનો બનાસવાસીઓને કરવો પડે તેવી શક્યતાઓ રહેલી છે.
જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ: બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં ચોમાસાની સિઝનની જેમ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ બપોરે આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો.