બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે બાળકોને પ્રાથમિક શાળામાં કરાવ્યો પ્રવેશ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડાની સાંતરવાડા, સરવા અને પાંથાવાડા પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અભિયાન સ્વરૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દાંતીવાડા તાલુકાની સાંતરવાડા, સરવા વિભાગ અને પાંથાવાડા પ્રાથમિક શાળાઓમાં જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના કુલ ૫૬૦ કુમાર અને ૪૦૦ કન્યાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. કલેક્ટર એ એસ.એમ.સી.ના સભ્યો અને ગ્રામજનો સાથે સંવાદ કરી શાળાની વિશેષ શૈક્ષણિક કામગીરીઓ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક સાહિત્યનું પ્રદર્શન નિહાળી શાળા અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ચકાસણી કરી હતી તેમજ વિશેષ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, જન પ્રતિનિધિઓ અને ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.