બનાસકાંઠા જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૭૯.૩૮% પરિણામ, ૧૪.૨૭% ઓછું રિઝલ્ટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકાર દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લો ૭૯.૩૮% પરિણામ સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ડુચકવાડા કેન્દ્રનું ૮૯.૨૦% નોંધાયું છે. જોકે, ગત વર્ષ કરતા ૧૪.૨૭% ઓછું પરિણામ આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચઃ- ૨૦૨૩માં લેવામાં આવી હતી. ત્યારે આજે જાહેર થયેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ૭૯.૩૮% આવ્યું છે. જિલ્લા માં ૩૦ વિધાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૯૬૫ વિધાર્થીઓએ એ-ટુ ગ્રેડ, ૩૪૪૪ વિધાર્થીઓએ બી-વન ગ્રેડ, ૬૨૭૦ વિધાર્થીઓએ બી-ટૂ ગ્રેડ, ૭૩૦૫ વિધાર્થીઓએ સી-વન ગ્રેડ, ૪૬૧૦ વિધાર્થીઓએ સી-ટૂ ગ્રેડ અને ૫૬૫ વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ જ્યારે ૦૨ વિધાર્થીએ ઇ-વન ગ્રેડ મેળવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ડુચકવાડા કેન્દ્રનું ૮૯.૨૦% જ્યારે સૌથી ઓછું પરિણામ વાવ કેન્દ્રનું ૬૪.૪૧% નોંધાયું છે. જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા ૧૪.૨૭ % ઓછું આવ્યું છે. ત્યારે પરિણામ ને લઈને કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.બનાસકાંઠા જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ગત વર્ષે ૯૩.૬૫% પરિણામ આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે ૨૦૨૩માં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૯.૩૮% આવ્યું છે. આમ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં ૧૪.૨૭% ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ૯૩.૬૫% સાથે રાજ્યમાં ચોથા ક્રમે આવેલો બનાસકાંઠા જિલ્લો આ વર્ષે ૭૯.૩૮% સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. જોકે, ગત વર્ષે એ-વન ગ્રેડમાં જિલ્લાના ૪૧ વિદ્યાર્થીઓ આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.