બનાસકાંઠા જિલ્લો ફરી શિત લહેરના સંકજામાં : ડીસામાં ઠંડીનો પારો ગગડયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કડકડતી ઠંડીને લઇ જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ઠંડી જાેર યથાવત રહેતા આમ પ્રજાજનો સહિત પશુ-પંખીઓની પણ હાલત કફોડી બની જવા પામી છે. ઉત્તર ભારત તરફથી ઉત્તરપૂર્વીય ફૂંકાતા બર્ફિલા પવનોને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શીત લહેરના સકંજામાં આવી ગયો છે. જેને લઇ વહેલી સવાર-માડી સાંજે શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં કરફ્યુ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઠંડીનો પારો સતત ઘટતા લોકો ધ્રૂજી ઊઠયા છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી પણ સતત ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.