બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું
બનાસકાંઠામાં કલેકટર કચેરી ખાતે જિલ્લાના ત્રણ સ્વાતંત્રય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના સ્વાતંત્રય સેનાનીઓમાં સ્વ.જેસીંગલાલ બી. જોષી, સ્વ. ખુબમીયાં બડામીયાં સૈયદ અને સ્વ. પુનમચંદ મફતલાલ પરીખના પરિવારજનોમાં અશ્વિનભાઈ જોષી, વિરાજભાઈ પરીખ અને આસિફ સૈયદનું સન્માન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત સ્વાતંત્રય સેનાનીઓના પરિવારજનોનું શાલ અને મોમેંટો આપી આઝાદીની લડતમાં તેમનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્રય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરી આઝાદીની લડતમાં તેમનો ઋણ સ્વીકાર કરવાનો આ અવસર છે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવતું હોય છે પણ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વિશેષ સન્માન થઈ રહ્યું છે એ ગૌરવની બાબત છે.