બનાસકાંઠા કલેક્ટરે પાલનપુર સિવિલ ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર
સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે અને કોરોના સંક્રમણને નાથવા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે ત્યારે કલેકટર આનંદ પટેલે આજે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે જાત માહિતી મેળવી હતી. કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના પણ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.