બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ભૂકંપ અને આકાશી આફત
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લા ઉપર કુદરત પણ રૂઠી હોય તેમ કોરોનાવાયરસ ના ફફડાટ વચ્ચે ગતરોજ જિલ્લાના પાલનપુર દાંતીવાડા અમીરગઢ અને ધાનેરાના વિસ્તારોમાં ભૂકંપના આચકા નો અનુભવ થયો હતો ત્યારે સોમવારના સમી સાંજે જિલ્લાના અનેક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે. સરહદી વિસ્તારના અનેક તાલુકાઓમાં દિવસ પર આગ ઓકતી ગરમી ની સાથે સમી સાંજે અચાનક હવામાનમાં પલટો આવતા આકાશમાં વાદળો ઘેરાતાની સાથે જ ભારે પવન અને વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું આગમન થવા પામ્યું હતું જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી પરંતુ વાવાઝોડા અને વરસાદને કારણે ખેતીના પાકોને પણ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે.
ધાનેરા તાલુકાના તથા ડીસા ના છેવાડા ના અનેધાનેરા નજીકના ગામોમાં ભારે વાવાઝોડા સાથે કરા પડ્યા ઘરના છાપરા ઉડયા ધાણા ગામ ના ખેતર માં રહેતા ગરીબોના ખેતર મો ભારે વાવા જોડા સાથે કરા પડ્યા અને ધર ના છા પરો, પતરો ઉદી ગયા હતા. ધાનેરામાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડયુ હતું.સરળ વિદ મો પણ કરા પડયા હતા.ષ્ઠ
Tags Banaskantha Deesa Gujarat Palanpur