દાંતીવાડાઃ બનાસ નદીમાં ન્હાવા ગયેલા ૩ આશાસ્પદ યુવકોના મોત

ગુજરાત 2010

રખેવાળ, બનાસકાંઠા 

કોરોના વાયરસના કહેર વચ્ચે બનાસકાંઠામાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. બનાસનદીમાં ન્હાવા પડ્યા બાદ નદીના પાણીમાં ફસાઇ જવાથી ત્રણેય યુવકો ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ઉતરી મહામહેનતે ત્રણેયના મૃતદેહ બહાર નિકાળ્યા હતા. યુવકોના મોતની જાણ થતાં ત્રણેયના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

બનાસકાંઠા જીલ્લાની બનાસ નદીમાં ન્હાવા પડેલા ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય યુવકો ડીસા તાલુકાના રાણપુર ગામના હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. એક જ ગામના ત્રણ યુવકોના મોતથી પંથકમાં ખળભળાભ મચી ગયો છે. આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે ડેમના ગેટ રીપેરીંગ કરવાનું હોવાથી પાણી છોડાયુ હતુ. જેમાં આ ત્રણેય યુવાનો ન્હાવા પડ્યા હતા.

થોડા દિવસ અગાઉ જ દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. આજે દાંતીવાડાના ગોઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ન્હાવા પડેલ ત્રણ આશાસ્પદ યુવકો ડુબ્યા હતા. જોકે એક જ ગામના ત્રણ લોકો ડુબી જતા ગામ સહિત પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટનાને લઇ ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

              મૃતકોના નામ

નિકુલભાઇ બચુભાઇ રાવળ ઉ.વ.૧૭
રાહુલભાઇ બબાભાઇ રાવળ ઉ.વ.૧૮
તુષારભાઇ નટવરભાઇ બારોટ(તુરી) ઉ.વ.૧૫


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.