ઇકબાલગઢ પાસે થી પસાર થતી બનાસ નદી નો પુલ બિસ્માર હાલત માં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ નદી ના પુલ નું સમયસર સમારકામ નહીં થાય તો મોટી જાનહાની થવાની શક્યતાઓ: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પાસે થી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ બનાવેલો છે. જેમાં ઈકબાલગઢ થી એક તરફ રાજસ્થાન તો બીજી તરફ દાંતીવાડા ની જોડ તો માર્ગ છે. અમીરગઢ તાલુકાના અંદાજે 45 જેટલા ગામડાઓ લોકો આ પુલ ઉપરથી પસાર થઈ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢ ગામમાં ખરીદી અર્થે આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પુલ પર ખાડા પડી જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

રાજસ્થાન માંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકા માંથી પસાર થઈ દાતીવાડા ડેમને મળે છે જોકે આ બનાસ નદી પર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢ થી રાજસ્થાન તેમજ દાંતીવાડા પાંથાવાડા જોડતો એક વર્ષો જૂનો અંદાજે 500 મીટર લાંબો પુલ છે જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે, જેમાં અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાઓ પણ આ પુલ પરથી પસાર કરી અમીરગઢ તાલુકા માં તેમજ વેપારી મથક ઈકબાલગઢમાં આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પુલ નર્કગાર સ્થિતિ જોવા મળી રહ્યો છે.

આ પુલ પર ખાડા પડી જવાના કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બનાસ નદી પર બાંધવામાં આવેલો આ વર્ષો જૂનો પુલ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે પરંતુ નઘરોળ તંત્ર માત્ર દેખાવા નામે કામ કરે છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે. જો સરકાર આ બ્રિજને તત્કાલિક ધોરણે ધ્યાને લઈ કાર્યવાહી કરે નહીંતર મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બને તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે અહીંથી પસાર થતા અમીરગઢ તાલુકા 45 જેટલા ગામડાના લોકો 500 મીટરના પુલ પરથી ભયના માહોલમાં પસાર થાય છે. જોકે લોકોનું કહેવું છે કે વાહન ચલાવતી સમયે બાજુમાંથી કોઈ મોટું ટ્રક નીકળે તો પુલ આખો વાઇબ્રેશન મારવા લાગે છે જેના કારણે અહીંથી ચાલવું ખૂબ જ મુશ્કેલી જનક છે. દિવસ દરમિયાન બે થી ત્રણ વાર આ પુલ પરથી વાહન લઇ પસાર થાય તો ખાડાના કારણે વાહનનું એલાઈમેન્ટ પણ ખસી જાય છે, જોકે નઘરોળ તંત્રની બેદરકારીઓને કારણે કોઈ દિવસ આ પુલ પર મોટી ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તેના ઉપર એક મોટો સવાલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.