બનાસ મેડિકલ કોલેજ તેમજ સિવિલના ડોક્ટરો પણ હડતાળ પર પીડિતાને ન્યાય મળે એ માટે કલેક્ટરને  આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો પણ આજે હડતાળ પર ઉતર્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે એ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

કોલકાતાની મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્ય મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે દેશભરમાં ડોક્ટરો હડતાળ યોજીને પીડિતાને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આજે પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના ડોક્ટરો તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો દ્વારા સૂત્રોચાર સાથે ડોક્ટરોએ વિરોધ નોંધાવી પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ કરી હતી.

આ હડતાળમાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડોકટરો, ડીએનબી રેસિડેન્ટ ડોકટરો અને ઈન્ટર્ન ડોકટરો પણ જોડાયા હતા. ડોક્ટરોનું કહેવું છે કે, જે ઘટના બની તેનું ખૂબ જ દુઃખ છે ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે આરોપીઓને ઝડપી કડક સજા કરવામાં આવે અને દેશભરના જે ડોક્ટરો છે તેમની સામે ફરી કોઈ આવી ઘટના ન બને તે માટેનો સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવા જોઈએ. જોકે, હડતાળને લઈને ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.