
થરાદમાં ઘાંચી અને ફકીર સમાજ દ્વારા કુરીવાજાે પર પ્રતિબંધ
થરાદમાં મદ્રેસાએ તાલીમુલ ઇસ્લામના પ્રમુખ ઘાંચી હાજીમહમદભાઇ હાજી ઇબ્રાહીમભાઇ,તથા મંત્રી ઘાંચી કાસમભાઇ હસનભાઇ અને ટ્રસ્ટી બાનવા મહેબુબશા રહેમાનશાની અધ્યક્ષતામાં બુધવારે સવારે સમાજની જનરલ મિટીંગ યોજાઇ હતી.જેમાં તમામ સભ્યોની સર્વસંમતિથી કેટલાક કુરીવાજાેને તિલાંજલી આપવામાં આવી હતી. આ અંગે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે બુધવારથી જ થરાદ શહેરમાં ઘાંચી અને ફકીર સમાજમાં યોજાતાં લગ્નોમાં ઢોલ, ડીજે પાર્ટી,બેન્ડવાજા ફિલ્મી ગીતોના નાચગાના પર સંપુર્ણ પ્રતિબંધ મુકતો ઠરાવ (ખરડો) પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સમાજના આ નિયમને કોઇપણ પરિવાર કે વ્યક્તિ ઉલ્લંઘન કરીને ડીજે કે વરઘોડા લાવશે તો તેમની ધરે મદ્રેસાએ તાલીમુલના મૌલાના નિકાહ પઢાવવા માટે જશે નહી તેવાં આકરાં પગલાંની જાેગવાઇ પણ કરવામાં આવી છે.નિકાહ ઉપરાંત મોત,મિલાદ,ફાતીયા જેવા કોઇપણ પ્રસંગમાં મૌલવી સાહેબની હાજરી નહી હોય તેવા સામાજીક સુધારના ર્નિણયની સરાહના કરતાં બસ સ્ટેશન સુન્ની મદ્રસા તાલિમુલ ઈસ્લામમાં પ્રમુખ તથા ટ્રસ્ટીઓની હાજરીમાં ખરડો પસાર કરવામાં આવ્યો છે. જેને માન્ય રાખતા બંન્ને સમાજના આગેવાનોએ લેખિતમાં માન્ય રાખીને સંમતિ આપી હતી. ટ્રસ્ટ તથા મસ્જીદ ઈમામ સાહેબ અને સમાજના આગેવાનો દ્વારા નાનાનાના સમાજાે પણ જાગૃત થઇને ફાલતું ખર્ચ બંધ કરતા હોય છે ત્યારે તેઓ પણ તેમાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી. અન્ય સમાજાે દ્વારા પણ મુસ્લિમ સમાજના આ ર્નિણયની સરાહના પણ કરવામાં આવી હતી.