બનાસ નદીનાં પટમાં મીડિયાના એહવાલ બાદ દેશી દારુની થેલીઓ સળગાવાઈ
અમીરગઢ બનાસનાદી ના પટમાં ફેકેલ થેલીઓનો નાસ કરવામાં આવ્યો,કોને અને ક્યારે આ થેલીઓ નાશ કરી: હાલમાં અમીરગઢ બનાસ નદીનાં પટમાં દેશી દારુની થેલીઓ ઠાલવામાં આવી હતી જોકે આ કૃત્ય કોણે કર્યું એ સામે આવ્યું નથી સ્થાનિક લોકો હાલમાં નદી ચાલતી હોવાથી ફરવા અને કુદરતી સોન્દર્ય નિહાળવા જતા હોય છે. બીજી બાજુ આપણા દેશમાં નદીને પૂજનીય દરજ્જો આપવામાં આવેલ છે. ત્યારે નદી પટમાં આવી અશોભનીય કચરો ફેકનાર સામે પ્રકૃતિ પ્રેમી અને લોકોની આસ્થાને ઠેશ પોહચી હતી.
જોકે મીડિયામાં એહવાલ પ્રસિદ્ધ થયાં બાદ અજાણ્યા ઈસમો દ્રારા આ કચરાને બાળીને નાશ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ કેટલીક થેલીઓ જ્યાં ત્યાં ફેલાયેલી પડી હોવાથી દુર્ગંધ અને વાતાવરણ પ્રદૂષિત તથાં અતિ દુર્ગંધ મારી રહ્યું છે આવનારા સમયમા આવી હરકત ફરી ન દોહરાવાય તેવી પ્રજાજનોની ઇછી રહ્યા છે
Tags Banas r liquor media report