
અંબાજીમાં આજે બાબા બાગેશ્વરની હનુમાન કથાનો ભવ્ય શુભારંભ થશે
બાબા બાગેશ્વરના નામથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીની ધરા પર આવતીકાલ નવરાત્રીના પ્રારંભે આગમન સાથે ત્રિ-દિવસીય હનુમાન કથાનો શુભારંભ થશે. અંબાજી ખાતે બાબા બાગેશ્વરની કથા અને દિવ્ય દરબારને લઈને ઇસ્કોન ગ્રુપના પ્રવિણભાઇ કોટકના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ ચાલતી હતી. જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવી ૨ થી ૩ લાખ ભાવિકોના આગમનની તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે નવરાત્રીના પ્રથમ દિવસે ૧૫ તારીખે દીપ પ્રાગટ્ય સાથે હનુમાન કથા પ્રારં ભાશે. જેમાં ગુજરાતના અનેક નેતાઓ સાથે સાધુ સંતો અને કલાકારો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. નવરાત્રીના બીજા દિવસે ૧૬ તારીખે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, જેમાં ભક્તોની સમસ્યાનું સમાધાન થશે તો નવરાત્રીના ત્રીજા દિવસે ૧૭ તારીખે હનુમાનકથાની પૂર્ણાહુતી કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રખેવાળની યુટ્યુબ ચેનલ ઉપર નિહાળો
અંબાજી ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું લાઈવ પ્રસારણ રખેવાળની યુટ્યુબ ચેનલ ઉપર ત્રણે દિવસ સાંજે ૪ઃ૦૦ થી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી નિહાળો.