ધાનેરા પાસે આવેલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મજૂર યુવતી મશીનમાં કચડાઈ જતા મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ધાનેરા પાસે આવેલી એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં મજુર યુવતી મશીનમાં કચડાઈ જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે બનાવને પગલે ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા પાસે આવેલી ગજાનંદ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં એક મજૂર યુવતી મશીનમાં કચડાઈ જતા મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં દાતા તાલુકાની સુષ્મા ખરાડી નામની ૧૯ વર્ષીય યુવતી ધાનેરાના સમારવાડ પાસે આવેલી ગજાનંદ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરી રહી હતી તે દરમ્યાન અચાનક તેનો દુપટ્ટો મશીનના પટ્ટામાં આવી જતા તે ફસાઈ ગઈ હતી. બચવા માટે તેણે બૂમાબૂમ કરી હતી પરંતુ અન્ય મજૂરો તેની મદદ માટે આવે ત્યાં સુધી માં તો પટ્ટા ની સાથે તે પણ મશીન માં કચડાઈ જતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાંજ ફેક્ટરી માલિકે આવી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવના પગલે ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.