ડીસા ઇન્ડિયન મેડિકલ એસો.ને બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સામાજિક અને મેડિકલ ક્ષેત્રે સુંદર કામગીરી માટે ભાવનગર ખાતે યોજાયેલી જીમાકોન ૨૩ કોન્ફરન્સમાં બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અનેકવિધ સામાજિક તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે છે.

જેમાં એસોસિએશન દ્વારા દર વર્ષે વિશ્વ એઇડ્‌સ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ સિવાય વર્લ્ડ કેન્સર ડે, ડોક્ટર દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ જેવા દિવસો ની ઉજવણી કરી સામાજિક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અંગદાન જનજાગૃતિ અભિયાન ચલાવી અંગ દાન કરવા બ્રાન્ચ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે. આ બાબતે મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો.તપનભાઈ ગાંધી અને સેક્રેટરી ડો.દીપકભાઈ પરમારે જણાવ્યુ હતુ કે અમારા માટે અને સમગ્ર ડીસા માટે આ ગૌરવની બાબત છે. સમગ્ર ગુજરાતમાં સુંદર કામગીરી માટે એસો સિયેશનને એવોર્ડ મળ્યો તે બદલ તે બદલ સૌનો હું આભાર વ્યક્ત કરૂ છું. આપના સાથ સહકારથી જ અનેકવિધ કાર્યક્રમ શક્ય બન્યા છે. આગામી દિવસોમાં હજુ સારી કામગીરી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.