થરાદની શેરાઉ મંડળીના કબાડાનો થયાનો ઓડીયો કલીપ વાયરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદની શેરાઉની દુધ મંડળીમાં મોટું કબાડું થયાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. જે સાબિત થાય તેની પહેલાં પાણી પહેલાં પાળ બાંધવા મંત્રીના પુત્ર અને રાજસ્થાનના પશુપાલકને સાહેબ સામે રૂબરૂ બોલાવી સેટીંગ કરવાનું ઓડીટ સમયનું રેકોર્ડીંગ ગ્રામજનોના હાથમાં આવ્યું હતું. આથી દુધનું દુધ અને પાણીનું પાણી કરવા તેને વાયરલ પણ કરવામાં આવ્યું હતું. થરાદના શેરાઉના દુધમંડળીના મંત્રીએ જે લોકો પશુપાલકો નથી અને સરકારી નોકરીયાત છે તેમજ ગામમાં રહેતા પણ નથી તેવા તેમના મળતીયાઓના નામે આશરે ૨૬ જેટલાં ડમી ખાતાં બનાવીને તેમના નામે દુધ ભરાવીને ગ્રામજનોના કહેવા પ્રમાણે ૩૭.૮૯ લાખનો ગોટાળો કર્યો છે. આથી ગ્રામજનોએ ત્રણ મહિના પહેલાં મંડળીના ઓડીટની માંગણી કરી હતી. આ વખતે મંત્રીના પુત્રએ રાજસ્થાનના ઉંટડી ગામના મેવાભાઇ નામના એક પશુપાલક સાથે વાતચીત કરી હતી. તેને પોતાની તરફેણમાં પગાર મળ્યો છે તે પ્રકારનો જવાબ લેવા શેરાઉ મંડળી પર આવવા કહેવાતાં ની બે ઓડીયો કલીપ ગ્રામજનોએ વાયરલ કરી હતી. જેમાં વાતચિત પ્રમાણે પશુપાલકે માત્ર ૧૨ બોરી દાણ લઇ જવા છતાં મંત્રીએ તેના નામે દોઢ લાખ રૂપીયા ઉપાડી લીધા હોવાનું છતું થવા પામ્યું હતુ. જાે કે તેણે ડેરીમાંથી તેમને વધારો આપો તો જ આવવાની જીદ વારંવાર પકડી રાખી હતી. તેમજ જાે આપવાનો હોય તો નહીતર ના પાડો અને આપવાના હોય તો જ કહો ગામલોકોને હુ સરસ રીતે જવાબ આપીશ ના જવાબમાં વધારો (હિસાબ) મળી જશે ની શરતે સોદો નક્કી થયો હતો. જ્યારે ગ્રામજનોએ દોઢ લાખ રૂપીયા પશુપાલકને આપીને સેટીંગ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.