પાલનપુરની આદિજાતિ કમિશ્નરની કચેરીના ઘેરાવ બાદ તાળાંબંધીનો પ્રયાસ : છાત્રો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ

બનાસકાંઠા
બનાસકાંઠા

તાળાંબંધી કરવા જતાં છાત્રો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ,પોલીસે હળવો બળ પ્રયોગ કરી 30 છાત્રોની કરાયા ડિટેઇન: જમવામાં દેડકો નીકળવા સહિત ખરાબ ભોજનની સમસ્યાનો ઉકેલ ન આવતા છાત્રો બન્યા આક્રમક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવા સહિતના પ્રશ્નોને લઈને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUI ના અગ્રણીઓ પાલનપુર આદિજાતિ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાં બંધી કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો બીચકયો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30થી વધુ વિદ્યાર્થી ઓની અટકાયત કરી હતી.

આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની ગુણવત્તા વગરનું ભોજન મળતું હોવા સહિતની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થી ઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે એન.એસ.યુ.આઈ.ની આગેવાની માં આદિજાતિ વિદ્યાર્થીઓએ આદિજાતિ કમિશ્નરની કચેરીનો ઘેરાવ કરી તાળાંબંધી કરવાની ચીમકી આપી હતી. જેને પગલે આજે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળા બંધી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેથી વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 25 થી 30 વિદ્યાર્થી ઓને ડિટેઇન કરાયા હોવાનું પી.આઈ.એમ.આર.બારોટે જણાવ્યું હતું.

ભોજનમાં દેડકો: છાત્રો બન્યા આક્રમક આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થી ઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બુમરાણ ઉઠી છે. એમાંય વળી, યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા આદિજાતિ કુમાર છાત્રાલયમાં 22 સપ્ટેમ્બર ના રોજ વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો આવ્યો હતો. જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા અધિકારી ને જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. ત્યારે જમવામાં આવાર-નવાર જીવ જંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવતી ન હોઈ અકળાયેલા વિધાર્થીઓ આક્રમક બન્યા હતા.

છાત્રો સાથે આંતકી જેવો વર્તાવ: આદિજાતિ કુમાર છાત્રાલયોમાં ખરાબ ભોજન સાથે કેમ્પસમાં સાપ નિકળવો સહિતની અગવડો ને લઈને અવારનવાર કરાતી રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરતા NSUI ની આગેવાની તળે છાત્રોએ તાળાંબંધીનો કાર્યક્રમ આપ્યો હતો. ત્યારે આદિજાતિ કમિશ્નર હાજર રહ્યા ન હતા અને પોલીસે પણ છાત્રો જાણે આંતકી હોય તેવો વર્તાવ કરી લાઠીચાર્જ કર્યો હોવાના આક્ષેપો NSUI અગ્રણી ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.