ડીસામાં દલિત યુવક પર હુમલો : ડીસા દક્ષિણ પોલીસ મથકે હુમલાખોર વિરૂદ્ધ એટ્રોસિટી એકટ મુજબનો ગુનો નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામા સરકારી કચેરીમાં ફ્રોડ કરી, બે જગ્યાએ વર્ષો સુધી નોકરી કરી, બન્ને જગ્યાએથી પગાર વસૂલી સરકારને ચૂનો લગાવનાર યુવક વિરૂદ્ધ આરટીઆઈ કરનાર દલિત યુવક પર હુમલો કરાતા ડીસા દક્ષિણ પોલીસ મથકે હુમલાખોર વિરૂદ્ધ એટ્રોસિટી એકટ મુજબનો ગુનો નોંધાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, ડીસાના જોખમ નગર ખાતે રહેતા ચિરાગભાઈ દશરથભાઈ શ્રીમાળીએ ડીસા મામલતદાર કચેરી ખાતે મુકેશકુમાર અજયરામ ભાંડ વિરૂદ્ધ થોડા મહિના અગાઉ એક આરટીઆઈ કરી હતી.જોકે પોતાની વિરૂદ્ધની આરટીઆઈથી મુકેશ ભાંડ આરટીઆઈ કરનાર દલિત યુવક ચિરાગ શ્રીમાળીને પોતાનો દુશ્મન માની શબક શિખડાવવાની ફિરાકમાં હતો.જેમાં ગઈકાલે ગંજરોડ નજીકના એસવી પ્લાઝા નજીક ચિરાગ પોતાનું જયુપીટર મૂકેશના બાઈક સાથે અથડાવી તકરાર કરી માર માર્યો હતો.તેમજ તેને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી,જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ હુમલામાં ઇજાગ્રસ્ત ચિરાગ શ્રીમાળીને સ્થાનિકોએ ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો.જે અંગે ડીસા દક્ષિણ પોલીસે આરોપી મુકેશ અજયરામ ભાંડ (રહે,જયંત નગર ,ડીસા) વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી મુકેશકુમાર અજયરામ ભાંડ અગાઉ ડીસાની માણેકપૂરા સ્કૂલમાં પટાવાળા તરીકે જ્યારે ડીસાની એક પ્રાથમિક સ્કૂલમાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે એમ બે જગ્યાએ ફ્રોડ કરી નોકરી કરતા ઝડપાયેલ રીઢો અપરાધી છે.તેની વિરૂદ્ધ ડીસા મામલતદાર અને ડીસા માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કાર્યવાહી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.