પાલનપુરમાં યુવતી પર હુમલો આડા સંબંધ બાંધવાની ના પાડતા યુવકે કર્યો ઘાતકી હુમલો

બનાસકાંઠા
બનાસકાંઠા 1745

રખેવાળ, પાલનપુર

પાલનપુર તાલુકાના સરીપડા ગામમાં એક યુવતી છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં પોતાના પતિ સાથે અણબનાવ હોવાથી રહેતી હતી. ત્યારે સરીપડા ગામના ગોવિંદજી ગભીરજી ઠાકોર નામના યુવકે આડાસંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડતાં યુવક દ્વારા ઉશ્કેરાઇ જઇ જાનથી મારી નાખવાના ઇરાદે છાતીના તથા પેટના ભાગે ચાકુના ઘા કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેની જાણ સમગ્ર ગામમાં થવાથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે ૧૦૮ને જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના સરીપડાં ગામના એક યુવતી છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી. જેમનાં લગ્ન પાલનપુર તાલુકાના ગઢ ગામના લાલજીજી છગનજી ઠાકોર સાથે લગ્ન થયા હતા. જેથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોવાથી છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયર સરીપડા ગામે રહેતી હતી.

જ્યારે સરીપડા અમારા ગામની દૂધ ડેરીમાં સફાઇ કામ કરી મારા ઘરે જતી હતી તે વખતે અમારા ઘરની પાછળ રહેતા ગોવિંદજી ગંભીરજી ઠાકોર સરીપડા ગામે સ્મશાનની ચોકડી નજીક આવીને કહેવા લાગેલ કે મે બે દિવસ પહેલા તને મારી સાથે સબંધ બાંધવાનું કહેલ હતું. તેનો હજુ જવાબ આપેલ નથી. હુ ગમે તે થઇ જશે તો પણ તારી સાથે સબંધ બાંધીશ. તું મારી સાથે સબંધ નહી બાંધે તો હું તને મારી નાખીશ તેવુ કહેતા મે તેની સાથે સબંધ બાંધવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ હવે તો તને મારી નાખવી છે તેમ કહી તેના હાથમાં ચાકુથી મારી છાતી તથા પેટના ભાગે મારેલ અને મને મારી નાખવાના ઇરાદે વધુ ઘા કરવા જતા મે હાથ આડો કરતા મારા ડાબા હાથે પણ ચાકુના ઘા વાગેલા તે પછી મે કુકવા કરતા આ ગોવિંદજી જેના હાથમાનું ચાકુ લઇ ત્યાંથી જતો રહેલો અને હું મારા ઘરે ગયેલી અને આ બનાવની મારા કુટુંબી કાકા ઇશ્વ૨જી સુરાજી ઠાકોર તથા મારા કુટુંબી ભાઇ જસવંતજી ચમનજી ઠાકોરને વાત કરેલી અને ૧૦૮ મા ફોન કરી મને પાલનપુર સીવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે ગઢ પોલીસ સ્ટેશનએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.