યાત્રાધામ અંબાજી ખાતે મેળા દરમિયાન અંબાજી મંદિરમાં રાત્રે મંદિર ઉપર લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને ગણત્રી ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા પદયાત્રીઓ માટે અનેક વ્યવસ્થાનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે આવતા યાત્રિક કોને વધુ એક અંબાજી મંદિર ઉપર કલરફુલ લાઇટિંગ જળહળતી જોવા મળશે ,અંબાજી મંદિર ઉપર અત્યારે અત્યાધુનિક કોમ્પ્યુટર પદ્ધતિથી કલરિંગ લાઇટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે આ લાઇટિંગ હાઇવે માર્ગ ઉપર થી પસાર થતાં યાત્રિકોને પણ આકર્ષિત કરશે અને દૂરથી પણ ચાલતો વ્યક્તિ અંબાજી મંદિર પહોંચી.
આ લાઇટિંગમાં નજારો જોઈને પ્રફુલ્લિત બને તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ તબક્કે વ્યવસ્થા અમદાવાદના ભાવિનભાઈ દ્વારા હોવાનું જાણવા મળેલ છે ને પરિસરમાં જળહળતી લાઈટિંગ હાલમાં પણ અનેરો આકર્ષણનું કેન્દ્ર બની છે.