થરાદ ખાતે પંકજમુની બાપુ ૧૧ દિવસની અગ્નિ તપસ્યા કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

થિરપુર એટલે કે થરાદ નગરની ધન્યધરા ઉપર અવારનવાર સંતો મહંતોનું આગમન થતું હોવાથી આ ધરતી પાવન બની રહી છે. પુનઃ એકવાર આ થરાદ નગરની પવિત્ર ધરતી ઉપર આવેલ બળિયા હનુમાન મંદિરની પાવન જગ્યામાં કઠોર તપસ્યાઓ કરવા માટે જાણીતા પૂજ્ય પંકજમુની બાપુની ૧૧ દિવસની અગ્નિ તપસ્યા આગામી ૭ તારીખના સવારથી પ્રારંભ થવાની છે. આવા ધોમધખતા તાપમાં આજુબાજુ ચારે તરફ છાણાંની અગ્નિ પ્રગટાવવામાં આવશે અને વચ્ચોવચ પૂજ્ય પંકજમુની બાપુ એક કંતાન પહેરીને તપસ્યા કરશે. સવારે સાત વાગે પૂજ્ય બાપુ અગ્નિ તપસ્યામાં બેસશે અને સાંજે પાંચ વાગે બાપુ તપસ્યામાંથી બહાર આવશે પાંચ વાગ્યા પછી બાપુ ભક્તો સાથે ચર્ચાઓ કરશે.પૂજ્ય પંકજમુની બાપુ બાલ્યકાળથી સંસારનો ત્યાગ કરીને સંન્યાસી જીવન જીવી રહ્યા છે. તેઓ ભારતભરના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની કઠોર તપસ્યાઓ કરે છે.ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાથી તેઓ રસતરબોળ છે પોતાના દર્શન કરવા આવતા લોકોને કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં ન આવવા માટે અપીલ કરે છે. અને વ્યક્તિએ પુરુષાર્થ કરતા રહેવું જાેઈએ અને હતાશ કે નિરાશ થાય વગર જિંદગી જીવવા માટેની સમજણ આપે છે.આવા દિવ્ય સંત થરાદ શહેરમાં અગ્નિ તપસ્યા કરવાના હોઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.