પાલનપુરના લક્ષ્મીપુરામાં સંસ્કાર સ્કૂલ ખાતે બાળકોને તમાકુના નુકસાન વિશે માહિતી અપાઈ
પાલનપુરના લક્ષ્મીપુરામાં આવેલ સંસ્કાર સ્કૂલમાં બનાસકાંઠા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. જીગ્નેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પી.પી.ટી ના માધ્યમ દ્વારા બાળકોને તમાકુના નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી.આ અંગે શાળામાં એક વકૃત્વ સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યું હતું અને બાકીના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજ વ્યસન મુક્ત બને એ અંગે સમજણ આપવામાં આવી હતી.