પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે છાત્રાઓએ શિવજીની પૂજા અર્ચના કરી
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. જેમાં આજે શ્રાવણનો બીજો સોમવાર છે. જે ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરવાનો દિવસ છે. ત્યારે આજે પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે બાલમંદિર થી લઈ 12 સાયન્સ સુધી ની કુલ 1350 દિકરીઓએ સમગ્ર સ્ટાફ સાથે ભગવાન શિવજી પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શાળા કેમ્પસ માં કરવામાં આવી હતી.
આધ્યાત્મિક કાયઁકમ દ્વારા દિકરી ઓમાં ભારતીય સંસ્કૃતિ ની પરંપરા થી વાકેફ થાય તેમજ ઓમ્ નમઃ શિવાયના જાપ કરવાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થયાનો અહેસાસ થયો હતો. કાયઁકમમાં શાળા ના આચાર્ય શારદાબેન પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી મહેશભાઈ પટેલ, તેમજ ટ્રસ્ટીગણ, વાલી મંડળ ના સભ્યો, દીકરીઓ અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો.