પાલનપુર ખાતે મુક બધીર મિત્ર મંડળ દ્વારા ગુજરાતમાંથી આવેલા 600 મૂકબધિર યુવક યુવતીઓ ગરબે ઘુમ્યા
પાલનપુર ખાતે મુક બધીર મિત્ર મંડળ દ્વારા આઠમો ગરબા મહોત્સવ યોજાયો
ગુજરાતમાંથી આવેલા 600 મૂકબધિર યુવક યુવતીઓ ગરબે ઘુમ્યા
પાલનપુર મૂકબધિર મિત્ર મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગુજરાત ના મૂકબધિર યુવક યુવતીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ રાસ ગરબા માં કોઈ યુવક યુવતી ની પસંદગી થઈ જાય તો તેમના લગ્ન પણ કરાવવામાં આવતા હોય છે.
સ્વ. બબલદાસ કે. પટેલ પરિવાર ના સહયોગથી મૂકબધિર મિત્ર મંડળ પાલનપુર દ્વારા અમદાવાદ હાઈવે મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતના મુકબધિર યુવક યુવતી ઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુકબધિર યુવક યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘુમ્યા હતા. સમગ્ર ગુજરાત માંથી હાજર રહેલા 600 મૂકબધિર યુવક યુવતીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર ગુજરાતમાંથી આવેલ મૂકબધિર યુવક યુવતીઓએ પાલનપુરમાં રાસ ગરબાની રમઝટ જમાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મૂકબધિર શાળાના નિવૃત શિક્ષક મહેન્દ્રભાઇ રાવલ, હસિતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, ડો. જીગર જોશી, કનુભાઈ નાઈ, મનોજભાઈ જોશી અને ડો.જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શિવરામભાઈ પટેલ, દલસુખભાઈ અગ્રવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags 600 deaf-mute Gujarat Palanpur