લાખણી તાલુકાના મોટા કાપરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શોર્ટ સર્કિટ થી સામાન બળીને ખાખ
ફ્રીજ મા પડેલ વેક્સિન ના આઇસ પેક અને વેક્સિન ના કેરિયર અને વેક્સિન નો જથ્થો બળી ને ખાખ થઈ જતાં ભારે નુકશાન થયું હતું
લાખણી તાલુકાના મોટા કાપરા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રવિવાર ની રાત્રે શોર્ટ સર્કિટના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગી હતી આગ લાગતા ગામના આજુબાજુના લોકો દોડી આવી આરોગ્ય કર્મચારીઓને જાણ કરતા આરોગ્ય કર્મચારીઓએ ડીસા ફાયર બ્રિગેડ નો સંપર્ક કરતા ડીસા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ કાબુમાં લીધી હતી જેમાં દવાખાનામાં પડેલા બે ફ્રીજ અને વીજળી ના ઉપકરણો બળીને ખાખ થતા ભારે નુકશાન થયું હતું જેની ભીલડી પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
Tags burnt circuit Lakhni Mota Kapra