
ધાનેરા તાલુકાના માલોત્રા ખાતે તળાવને ઊંડું કરવા ખાતમુહૂર્ત કરાયું
ધાનેરા તાલુકામા વરસાદી પાણીના સંચયની આગેવાની બનાસડેરીએ લીધી છે.ત્યારે જિલ્લાના અલગ-અલગ ગામોમા સ્થાનિક દૂધમંડળીના સહયોગ સાથે ગામમાં આવેલા જુના તળાવોને ફરી જીવત કરી વરસાદી પાણીનો ભરાવો થાય તેને લઈ તળાવો ઊંડા કરવા માટે અમૃતમ તળાવ યોજનાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.આમ ગામમાં આવેલા વિશાળ તળાવને ઊંડું કરવા માટે પૂજાવિધિ સાથે ખાધમુહર્ત કરવામાં આવ્યું છે.જેમા બનાસડેરીના ડિરેક્ટર પી.જે ચૌધરીની સાથે ધાનેરા વિભાગનાં ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીનાં આગેવાન ભગવાનદાસ પટેલ સાથે અનેક આગેવાનોની હાજરીમાં આજે વિધિવત રીતે તળાવને ઊંડું કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.આમ આ તળાવ ધાનેરા રેલ નદીની પાસે આવેલું છે.જેના કારણે આ તળાવમા રેલ નદીનું પાણી પણ નાખી શકાય છે.આ સાથે આગામી સમયમા નર્મદાના નીર પાઇપલાઇનથી ધાનેરા તાલુકાને આપવામાં આવે તો પાણીની સમતા વધુ જળવાય તેમ છે. ધાનેરામા સિંચાઇના પાણીની અછત હોવાના કારણે ખેડૂતોને છેલ્લા ૧૦ વર્ષથી મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે ખેડૂતો માટે વરસાદી પાણી જ છેલ્લો આધાર રહ્યો છે જેના થકી તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલી બે દૂધમંડળીના સહયોગ થકી ૩૦ વીઘા જમીનમા આવેલું તળાવ ઊંડું કરવામાં આવી રહ્યું છે.