ડીસા તાલુકાના ખેટવા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા લેબરોને પગાર ન ચૂકવાતા ધરણા
કશ્યપ કંપની દ્વારા પગાર ચૂકવ્યાંનું રટણઃ પેટા કોન્ટ્રાક્ટ લઈને ભાગી ગયોઃ સુપર વાઇઝર
કોન્ટ્રાક્ટ અને પેટ્રા કોન્ટ્રાક્ટ વચ્ચે લેબરો પગાર વગર રઝળ્યા
ડીસા તાલુકાના ખેટવા ખાતે કંપની દ્વારા ગોડાઉનનું કામ ચાલી રહ્યું છે.તેમાં કામ કરતા વીસ જેટલા લેબરો છેલ્લા ત્રણ મહિનાથી પગાર વગર રઝળી રહ્યા છે. કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટના માલિક ઓમ પ્રકાશને કામ સોપવામાં આવ્યું હતું તેવું કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું.
પરંતુ આ નિર્દોષ લેબરનો બિચારાનો શું વાંક ? લેબરો છેલ્લા ત્રણ મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. ત્યારે કશ્યપ કંપનીને પણ લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી છેલ્લા ત્રણ મહિનાથી કામ કરાવવામાં આવી રહ્યું છે.
ત્યારે આજરોજ લેબરો ધરણા ઉપર ઉતરતા ભીલડી પોલીસ ઘટના સ્થળ ઉપર આવી તેમનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયત્ન કરેલો હતો ત્યારે આ લેબરો બંને વચ્ચે પગાર વગર પીસાઈ રહ્યા છે અને તે બીજા રાજ્યના હોવાથી તેમને ખર્ચા પાણી માટે નજીવા જેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે માત્ર અઠવાડિયામાં તેમને કશ્યપ કંપની દ્વારા ૧૦૦૦ આપી અને સંતોષ માની લે છે ત્યારે શ્રમ વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર યોગ્ય પગલા ભરી આ લેબરોને પગાર ચૂકવણી થાય તે માટે લેબરોએ માંગ કરી હતી.
પેટા કોન્ટ્રાક્ટરે મીડિયાને શું કહ્યું ?: આ બાબતે પેટા કોન્ટ્રાક્ટર ઓમ પ્રકાશનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે આ બધું કામ છોડી મૂક્યું છે અને વધુ જવાબો ના આપવા પડે તે માટે તેમણે તરત જ કોલ કટ કરી દીધો હતો.
પગાર ના ચૂકવતા ગુજરાન કંઈ રીતે ચલાવવું: લેબરો : આ બાબતે વીસ જેટલા લેબરો બીજા રાજ્યના તેમજ અહીંના સ્થાનિક છે. તેમણે જણાવ્યું કે, તેમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બન્યું છે. માત્ર અઠવાડિયે ૧૦૦૦ રૂપિયા આપી તે લોકો અમારા જોડેથી કામ કરાવી રહ્યા છે અને અમારો પૂરતો પગાર ચૂકવવામાં આવતો નથી. છેવટે આજે અમારે ધરણા ઉપર ઉતરવું પડયું છે.