પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રકનું કેબિન છુટી જતા ટ્રાફિક જામ થયો
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુરના પ્રવેશદ્રાર સમા એરોમા સર્કલ પર વિચિત્ર ઘટના સર્જાઈ હતી. જેમાં કેબલ ભરીને પસાર થઇ રહેલી એક ટ્રકનું કેબિન ટ્રકથી અલગ પડી જ્યા કેબિન લઈ ટ્રક ચાલક નીકળી જતા ટ્રકનો પાછળનો ભાગ હાઇવે પર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવના પગલે દોડી આવેલી પોલીસે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી.
પાલનપુરના એરોમા સર્કલ પર કેબલ ભરીને પસાર થઇ રહેલી એક ટ્રકનું કોઈ કારણસર કેબિન અલગ પડી જતા ટ્રક ના ચાલકને જાણે આ દુર્ઘટનાની જાણ ન હોય તેમ કેબિન લઈ ને નીકળી ગયો હતો. આ વિચિત્ર ઘટનામાં ટ્રકનો પાછળનો વજનદાર ભાગ હાઇવે પર બેસી જતા ચક્કાજામ ની સ્થિતિ સર્જાઈ હતી.
બનાવની જાણ થતાં જ શહેર પશ્ચિમ અને ટ્રાફિક પોલીસ ની ટીમ દોડી આવી હતી. અને ટ્રાફિક નિયંત્રણ ની કામગીરી હાથ ધરી મહામુસીબતે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો જાેકે આ વિચિત્ર ઘટનામાં ટ્રકના કેબિન સાથે ચાલક નીકળી જતા પોલીસ પણ અટવાઈ પડી હતી. અને ટ્રકના કેબિન સાથે ફરાર ચાલક ને શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા.