પાલનપુરના જલોત્રા ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સામૂહિક ગ્રામ સફાઇ કાર્યક્રમમાં જોડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્વચ્છતા અભિયાન હેઠળ પાલનપુર તાલુકાના જલોત્રા ગામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સામુહિક ગ્રામ સફાઇ કાર્યક્રમમાં જોડાયા હતા. અધ્યક્ષએ જલોત્રા ગામના ગ્રામજનો સાથે સફાઇ કરી ગામલોકોને પોતાના ગામની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.આગામી ૩૦ મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મા જગદંબાના દર્શન કરવા અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને ગમતું સ્વચ્છતાનું કામ કરી વડાપ્રધાનને આવકારીએ. આગામી ત્રણ દિવસ સુધી દરેક ગામોમાં સફાઇ અભિયાન ચલાવી આપણા ગામને સ્વચ્છ અને ચોખ્ખુ બનાવીએ. આ કામ માટે ગામના વડીલોએ આગેવાની લઇ ટ્રેક્ટર, મશીનો જેવા સાધનોનો ઉપયોગ કરીને યુવાનોને પણ પ્રેરણા મળે તેવું કામ કરવા અધ્યક્ષએ ગ્રામજનોને અપીલ કરી હતી.

અધ્યક્ષએ કહ્યું કે, પોતાનું ઘર, ગામ ચોખ્ખુ રાખી સ્વચ્છતાને આપણો જીવન મંત્ર બનાવીએ. આપણા ગામને સ્વચ્છ રાખવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. સ્વચ્છતાનું કામ માત્ર ફોટો પડાવવા માટે નથી પરંતુ ફોટો એટલા માટે પડાવવામાં આવે છે બીજા લોકોને આ કામ કરવાની પ્રેરણા મળે. ગામની માતા- બહેનોને અપીલ કરતા અધ્યક્ષએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છતાની વાત કરે છે ત્યારે આપણા ઘરની સાથે સાથે ગામની ગલીઓ, શેરીઓ, મહોલ્લાઓમાં સફાઇ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાઇએ. નવરાત્રિ હમણાં જ ગઇ છે, હવે ધનતેરસ અને દિવાળીનો તહેવાર પણ આવી રહ્યાં છે. દિવાળી પહેલાં સફાઇ કરવી એ આપણી પરંપરા છે ત્યારે દરેક દૂધ મંડળીઓ, દરેક ગ્રામ પંચાયતો તથા સામાજિક અને રાજકીય આગેવાનો સફાઇ કામમાં જોડાઇને ગામના લોકોને પ્રેરણા મળે તેવું સ્વચ્છતાનું કામ કરીએ. ગમે ત્યાં પ્લાસ્ટીક ન ફેંકવું અને ગામને સ્વચ્છ રાખવું એ પણ મોટી સેવાનું કામ છે એમ તેમણે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.