કમોસમી વરસાદથી બટાકાની ખોદણી ઠપ્પ થઈ જતાં ભાવમાં તોતીંગ વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનના વાવેતર કરેલ વિવિધ પાકો પરિપક્વ થઈ જતા તેની લેવાનું કામગીરી શરૂ થઈ હતી પરંતુ વાતાવરણમાં આવેલા અચાનક પલટાબાદ બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થતાં ખેતીના કામો પર બ્રેક લાગી ગઈ છે. જેમા ખાસ કરીને ડીસા તાલુકામાં બટાટા લેવાની કામગીરી શરૂ થઈ રહી હતી તેવા સમયે વરસાદના આગમનથી રવિ સિઝનના પાકો લેવા ની કામગીરી વિલંબ થી શરૂ થશે જેને લઇ બટાકા સહિત ના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બટાકાના સામાન્ય ભાવ ૧૫૦ થી ૧૬૫ સુધી પ્રતિમણ જોવા મળી હતા પરંતુ કમોસમી વરસાદ થતાની સાથે બટાટાના ભાવમાં પણ ઉછાળો આવતાં પ્રતિમણ રૂપિયા ૨૩૦ થી ૨૫૦ ના ભાવો બોલાઇ રહ્યા છે. જોકે આગામી દિવસોમાં ખેતરોમાં વરાપ નિકળતા બટાકાની વધુ કામગીરી શરૂ થતાં ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં રાયડો અને રાજગરાના ભાવો પણ ખૂબ સારા મળતા ખેડૂતોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

બટાકાની આવક ઘટતા ભાવો વધ્યા
ડીસાના માર્કેટયાર્ડમાં પણ બટાકાની છેલ્લા બે દિવસોથી આવક ઘટેલી જોવા મળી રહી છે. જેથી ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જેમાં ગતરોજ ૪૦૦૦ કટાની આવક સાથે પ્રતિમણના ૨૦૦ થી ૨૭૧ રૂપિયા સુધીના ભાવો પડ્યા હતા

નવા રાયડા અને રાજગરાની પણ આવક શરૂ
ડીસા માર્કેટયાર્ડમાં નવા રાયડા સહિત રાજગરાની પણ આવક જોવા મળી રહી છે. જેમાં ગતરોજ ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની ૮૬૬ બોરીની આવક સાથે ૧૧૦૦ થી ૧૧૩૭ સુધી પ્રતિ મણના ભાવ પડ્યા હતા. આ ઉપરાંત રાજગરાની પણ ૧૦૭ બોરીની આવક સાથે ૧૭૨૦ થી ૧૭૩૬ રૂપિયા પ્રતિમણના ભાવ પડ્યા હતા. જ્યારે એરંડાની ૪૨૮ બોરીની સાથે ૧૪૧૦ થી ૧૪૧૩ સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.