ધાનેરામાં લોકડાઉન ખુલતા જ લોકો કોરોનાને ભૂલ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા 71

રખેવાળ ન્યુઝ ધાનેરા : કોરોના મહામારીમાં લોકોનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હજારો લોકો કોરોના સંક્રમણમાં આવી ચૂક્યા છે ત્યારે ધાનેરામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છાએ લોકડાઉન આપવામાં આવ્યું હતું અને ગઈકાલથી અડધો દિવસ બજાર ખુલ્લી રાખવા માટે જણાવતા લોકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. દુકાનો તેમજ જાહેર રસ્તાઓ લોકોથી ઉભરાયેલા જાેવા મળ્યા હતા તો ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પણ જાેવા મળ્યા હતા બેંકોમાં પણ લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. ધાનેરાની બનાસ બેંકમાં પણ લોકોની કતારો તેમ જ લાઈનો જાેવા મળી હતી ત્યારે હવે ખરેખર લોકોએ ચેતવાની જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.