ડીસા માર્કેટયાર્ડમાં શ્રાવણીયો જુગાર રમતા ૮ જેટલા જુગારીયા ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં શ્રાવણીયા જુગારની ખીલી ઉઠેલી મોસમ વચ્ચે દક્ષિણ પોલીસે અનાજ માર્કેટયાર્ડની એક પેઢીમાં જુગાર રમતા આઠ ઈસમોને
રંગેહાથ ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી રૂ.૫૨,૩૦૦ રોકડ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે. મળતી વિગત અનુસાર ડીસા દક્ષિણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને મિલનદાસ સહિતનો પોલીસ સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે પાકી બાતમી મળેલ કે અનાજ માર્કેટયાર્ડમાં આવેલી પેઢી નમ્બર ૨૮૪ માં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે આધારે પોલીસે પંચો ની સાથે રવિવારે સાંજના સુમારે રેડ પાડતા પેઢીના નિચલા માળે આઠેક ઈસમો કુંડાળે વળી ગંજીપાના સાથે રોકડ રૂપિયા મૂકી જુગાર રમતા હતા. જેથી પોલીસે તેમને પકડી તેમની પાસેથી ૫૨,૩૦૦ ની રોકડ કબજેકરી હતી અને ઝડપાયેલ આઠ  ઈસમો વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં શ્રાવણ માસ દરમિયાન મોટા પાયે જુગાર રમાય છે. માર્કેટયાર્ડની પેઢીમાંથી જુગાર રમતા ઈસમો ઝડપાયા તે તેનું પ્રમાણ છે. પેઢી માલિકો માણસોના ભરોસે પેઢી સોંપતા હોય છે પણ રાત્રીના સુમારે તેમજ રજાના દિવસે તેઓ જુગાર, ક્રિકેટ સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને મોટા પ્રમાણમાં અંજામ આપ તા હોવાના અનેક ગુના પોલીસ ચોપડે અગાઉ પણ નોંધાયા છે. ત્યારે આ બદી બાબતે પેઢી માલિકોએ પણ સતર્કતા રાખવી અત્યંત જરૂરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ. ઝડપાયેલ જુગારીઓના નામ અદેશીંહ ઉર્ફે અજિત રાજુજી પરમાર રહે.આખોલ મોટી-ડીસા, કિરણભાઈ નટવરભાઈ બારોટ રહે.શ્રીપાલ સોસાયટી- ડીસા, તુલસીભાઈ જયરામભાઈ જાેશી રહે.પેઢી નં. ૨૮૪ અનાજ માર્કેટ- ડીસા, શંભુદાન અચલાજી ગઢવી રહે.લોરવાડા તા.ડીસા, ઓધારસિંગ ઉર્ફે ભરત સુરજસિંગ ઠાકોર રહે.મહાદેવીયા તા.ડીસા, પિન્ટુભાઈ રાયચંદજી માળી રહે.પેઢી નં.૨૮૪ અનાજ માર્કેટ-ડીસા, દશરથ હિમતાજી માળી રહે.પેઢી નં. ૨૮૪ અનાજ માર્કેટ-ડીસા, સંજય ઉર્ફે ચંદુભાઈ નારણભાઇ જાેશી રહે.શિહોરી તા.કાંકરેજ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.