ગરબા રમવામાં અંબાજીનો ચાચર ચોક નાનો પડતો હોવાથી આગામી સમયમાં ચોક મોટો કરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે અંબાજીના ચાચર ચોકમાં ચોથા નોરતે માતાજીના દર્શન કરવા આવેલા ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું નિવેદન મોટું ગણવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિરમાં રાત્રે 8: 45વાગે તેમણે માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીના ચાચરચોકમાં મહાઆરતી કરી હતી અને ત્યારબાદ નવ યુવક પ્રગતી મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન કાર્યક્રમ બાદ તેમણે અંબાજી મંદિરમા ઐતિહાસિક સ્થળો વિશે વાત શરૂ કરી હતી. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું મોટું નિવેદન ચાચર ચોકમાં ગરબા રમવા ચોક નાનો પડતો હોઈ તેને આગામી સમયમાં મોટું કરાશે. દેશના અન્ય શક્તિપીઠોનો વિકાસ થયો છે તે પ્રમાણે આગામી સમયમાં અંબાજીનો વિકાસ ઝડપી શરૂ થશે. અંબાજી મંદિરમાં ગરબા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા અને ચોથા નોરતે મંત્રીએ આરતી ઉતારી હતી. માના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહાઆરતી રાત્રે કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ગરબા શરૂ થયા હતા. મંત્રી મુકેશ પટેલ અને જયરાજસિંહ સહિત ખેરાલુ ધારાસભ્ય સરદાર ભાઈ ચૌધરી અંબાજી મંદિરમાં આવ્યા હતા. દર નવરાત્રી પર્વમાં મુકેશ પટેલ અંબાજી આવે છે, જયારે તેઓ મંત્રી, ધારાસભ્ય ન હતા ત્યારથી અંબાજી દર્શન કરવા આવે છે. નવરાત્રી પર્વમાં અંબાજી મંદિરના 7 નંબર ગેટ પર ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે અને આરોગ્ય ટીમ મુકાઈ છે.અંબાજી મંદિરના ચાચરચોકમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે ચાચર ચોક નાનો પડતો હોઈ આગામી સમયમાં મોટો કરાશે અને દેશના વડાપ્રધાન જે પ્રમાણે ઐતિહાસિક સ્થળો અને શક્તિપીઠનો વિકાસ કરી રહ્યા છે, એ પ્રમાણે અંબાજીનો ચોક પણ મોટો થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.