ધાનેરાના રવીયા ગામે કાચા સેરિયામાં વરસાદી પાણીના ભરાવાથી 200 જેટલા પરિવારના સભ્યો મૂકાયા મુશ્કેલીમાં
મનરેગા યોજના મા રસ્તો બને અને વરસાદી પાણીની સમસ્યાનો અંત આવે તેવી રજૂઆત: ધાનેરા તાલુકાના રવીયા ગામ ખાતે આવેલ મુખ્ય રવીયા થી માલોત્રા ગામ તરફ જતા પાકા ડામર રસ્તા નજીક થી કાચા શેરિયા તરફ થી ભૂતિયા તળાવ તરફ રસ્તો જાય છે. જે માર્ગ પર 200 ખેડૂત પરિવારો વસવાટ કરે છે. જો કે વરસાદ આવે અને કાચા માર્ગ મા પાણી ભરાઈ જાય છે. જેના કારણે શાળા એ જતા બાળકો અને સવાર સાંજ દૂધ મંડળી પર દૂધ આપવા જતા પશુપાલકો હેરાન પરેશાન થઈ ઊઠે છે. વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક પ્રજા ની સમસ્યા હલ કરવામાં પાંચાયત નિષ્ફળ સાબિત થઈ રહી છે.
ભાથીભાઈ રબારી સ્થાનિક તથા પરબતભાઈ સ્થાનિક એ જનાવેલકે અમારા ગામના લોકોમાં સમસ્યા વેઠી રહેલા પરિવારો એ સ્થાનિક ગ્રામ પંચાયત પાસે મનરેગા યોજના મા માટી કામ અને મેટલ કામ માટે ની માગણી કરી છે. જે ઠરાવ રવિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં પણ આવ્યો છે. જો મનરેગા યોજના મા રસ્તાઓ ના કામ માટે મોટી ઓળખાણ અને મોટી રોકડ રકમ ની જરૂર હોય છે.
જેના કારણે મનરેગા શાખા પણ સ્થાનિક ગ્રામજનો ની રજૂઆત સંભાળે આવું લાગતું નથી. વરસાદી પાણી ના ભરાવ નાં કારણે મેડિકલ સેવા બંધ થઈ જાય છે. અને શાળા એ જતા નાના બાળકો પણ જીવન નાં જોખમે શાળા એ જતા હોય છે. જે સમસ્યા અને રજૂઆત નો અંત આવે તેવી ઉગ્ર રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે.