થરાદના શિવનગરમાં આવેલ સાર્વજનિક લાઈબ્રેરીના પાછળના ભાગે 20 જેટલા ઓરીજનલ આધારકાર્ડ મળી આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

20 જેટલા આધારકાર્ડ મળી આવતા તેનો દૂર ઉપયોગ થયાની આશંકા, સ્થાનિકોએ મીડિયાને જાણ કરતા પોલીસમાં જમા કરાવ્યા: થરાદ પાસેના શિવનગર વિસ્તારમાંથી ઓરીજનલ આધારકાર્ડ કચરામાંથી મળી આવતા ચકચાર મચવા પામી હતી. સ્થાનિકોએ મીડિયાને જાણ કરતા પોલીસમાં જમા કરાવ્યા હતાં. આ આધારકાર્ડ ને લઈને અનેક ચર્ચાઓ ઊઠવા પામી હતી.

પ્રાપ્ય માહિતી મુજબ થરાદના વોર્ડ નંબર એકમાં આવેલા શિવનગર વિસ્તારમાંથી રવિવારે સાંજના સુમારે કચરાના ઢગલાની બાજુમાં કેટલાક આધારકાર્ડ પડ્યા હોવાની સ્થાનિકોને જાણ થવા પામી હતી. આથી સ્થાનિક દ્વારા થરાદના મીડિયાકર્મીઓને જાણ કરવામાં આવી હતી.આથી મીડિયા કર્મીઓએ આ આધારકાર્ડ પોલીસ મથકમાં જમા કરાવવા જણાવ્યું હતું. આથી આધારકાર્ડને પોલીસ મથકમાં આપવામાં આવ્યા હતા.બીજી બાજુ રહીશોના આ ઓરીજનલ આધારકાર્ડ ક્યાંથી આવ્યા, કોણે નાખ્યા, શા માટે નાખવામાં આવ્યા, એનો શું ઉપયોગ કરવામાં આવતો હતો. સહિત અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.