વાવ થરાદ અમદાવાદ એસ.ટી બસના ડ્રાઈવરનું મનસ્વી વર્તન

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકા ના ચાંદરવા ગામ ના વતની ગીતા બેન રામસેગજી રાજપૂત બીમાર હોઈ વાવ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેમના પતિ સાથે આવેલા તેઓએ વાવ રેફરલ ખાતે કેસ કઢાવી સારવાર લીધા બાદ તબિયત વધુ ખરાબ હોવાથી ફરજ પરના તબીબે થરાદ જવાનું કહેતા તેઓ રેફરલ હોસ્પિટલ બહાર આવી થરાદ બસની રાહ જોઈ ઉભા હતા. તેવામાં વાવથી ઉપડતી વાવ થરાદ અમદાવાદ એક્સપ્રેસ બસ નંબર જી.જે ૧૮ ઝેડ ૩૯૭૬ આવી રહી હતી.

જેને રેફરલ બસ સ્ટોપ ઉપર ઉભી રાખવાનો હાથ કરવા છતાં એસટી બસ ઉભી ન રાખી અને અડધો કી.મી. દૂર બસ ઉભી રાખતા બીમાર દર્દી ગીતાબેનને હેરાન થવું પડ્યું હતું અને પ્રાઇવેટ વાહન કરી થરાદ સારવાર માટે જવાની ફરજ પડી હતી. જેથી કરી આ બસ ડ્રાઈવર વિરુદ્ધ થરાદ ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરાઈ છે. જો યોગ્ય ન્યાય નહિ મળે તો મુખ્યમંત્રી ઓન લાઈન કાર્યક્રમમાં રજુઆત કરશે. તેમ છતાં ન્યાય નહિ મળે તો કોર્ટનો સહારો લઈશું તેવું અરજદારના પતિ રામસેંગજી રાજપુતે મીડિયા સમક્ષ લેખિતમાં જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.