મોંઘવારીનો વધુ એક ઝટકો : ખાતરના ભાવ વધતા જગતનો તાત મુંઝવણમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવણી અને ઉપજના ખર્ચમાં વધારો પણ પાકના વેચાણના ભાવમાં કોઈ વધારો નહી

(રખેવાળ ન્યૂઝ)ધાનેરા, 
ભાવ વધારો અને મોંઘવારીનો માર હવે સામાન્ય વ્યક્તિ સહન કરી શકે તેમ નથી. રોજેરોજ વધતા જતા ઈંધણના ભાવથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. છેલ્લા એક વર્ષથી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અસહ્ય બનતો જઈ રહ્યો છે. તેવામાં ગતરોજ ખાતરના ભાવમાં વધારા થયો હોવાના સમાચાર સાંભળી ખેડૂતોની આર્થિક હાલત ખરાબ થવા જઈ રહી છે.

ધાનેરા તાલુકામાં ખેતી મુખ્ય વ્યવસાય માનવામાં આવે છે. તાલુકાનું બજાર ખેતી પર આધારિત છે. જાેકે ખેતરમાં જઈ ખેડૂતો કઈ રીતે જીવન ધપાવી રહ્યા છે. વધતી મોંઘવારીના કારણે પડતા પર પાટુ મારી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ખેડૂત મગફળીનો પાક બજારમાં વેચાણ કરવા જાય ત્યારે ભાવ ઘટી જાય છે અને આ તરફ ડીઝલના વધતા ભાવના કારણે ટ્રેક્ટરથી ખેડ કરવી કરવી મોંઘી થઈ ગઈ છે.

ખાતરના ભાવ પણ હવે ખેડૂતોને લોહીના આંસુએ રોવડાવી રહ્યા છે તેમ ખેડૂત દેવાભાઈએ જણાવ્યું હતું. એક વર્ષ અગાઉ ટ્રેક્ટરથી થતી ખેડના એક કલાકના ભાવ ૪૦૦ થી ૫૦૦ હતા એ ભાવ હવે ૭૦૦ થી ૮૦૦ રૂપિયા થઈ ગયા છે. પેટ્રોલ પંપથી ખેતર સુધી ટ્રેક્ટર આવે અને ખેડ શરૂ થાય એ પહેલાં કલાક પૂરો થઈ જાય છે અને ખેડૂત પોતાના ખેતરમા ખેડ થાય એ પહેલાં ૭૦૦ રૂપિયા ચૂકવવા પડે છે તેમ ખેડૂત અમથાભાઈ ભીલે જણાવ્યું હતું.

સરકાર ડીઝલના ભાવમાં રાહત આપે તેવી ખેડૂતોની માંગ
ધાનેરા તાલુકાના પશુપાલકો વધતી મોંઘવારીને લઈ દૂધના ભાવમાં વધારો થાય તેવી માંગ કરી રહ્યા છે. જે પ્રમાણે પહેલા બદલ થકી ખેતી થતી તે સમય ખેતીનો ખર્ચ પણ ઓછો થતો હતો. જાેકે હાલના જમાનાના ખેડૂતોને બળદ થકી થતી ખેતી હવે થાય તેમ નથી એટલે સરકાર ડીઝલના ભાવમાં ઘટાડો કરે કે પછી ખેડૂતોને ડીઝલના ભાવમાં રાહત આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે તેમ ખેડૂત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.