
હની હોસ્પિટલના આગ કાંડમાં વધુ એક નવજાત શિશુએ દમ તોડ્યો.
શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્ષમા આવેલી બાળકોની ખાનગી હની હોસ્પીટલમા ત્રીજા માળે આવેલા આઈસીયુમાં બુધવારની વહેલી સવારે શોર્ટ સર્કિટથી લાગેલી આગના ધુમાડાથી હોસ્પીટલના આઈસસીયુમાં સારવાર લઇ રહેલા ત્રણ બાળકો પૈકી એક ચાર દિવસના નવજાત બાળકનું ગુંગળામણથી મોત નીપજ્યું હતું. જેમાં બીજા બે નવજાત બાળકો જેમાં એક દિવસનું અને પાચ દિવસના એમ બે બાળકોને સારવાર માટે સરકારી રેફરલ હોસ્પીટલ શિહોરી ખાતે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સરકારી હોસ્પીટલના ડોકટરે સારવાર કરવાનો ઇન્કાર કરતા જેમને સારવાર માટે અન્ય જગ્યાએ ખાસેડ્યા હતા. જેમાં આજ રોજ સારવાર લઇ રહેલ બીજા બાળકનું પણ મોત થતા શોકનો માહોલ છવાયો છે.શિહોરી ચાર રસ્તા પર આવેલ બનાસ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ ડો.કલ્યાણસિંહ સોઢાની બાળકોની હની હોસ્પીટલમા ત્રીજા માળે આવેલા આઇસીયુમા ત્રણ બાળકો સારવાર લઇ રહ્યા હતા. જયારે બુધવારે વહેલી સવારે અચાનક શૉર્ટ સર્કિટ થવાથી હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં ધુમાડા સમગ્ર આઇસીયુમાં પ્રસરી જતા ગૂંગાળામણ થતા કાંકરેજના ઉંબરીના સુરેશભાઈ દેવશીભાઇ રાવળના ચાર દિવસના બાળક લાલાભાઈનું ગુંગળામણથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે બે બાળકોને સારવાર અર્થે ખાસેડ્યા હતા. જેમાં શિહોરી ગામના કુલદીપસિંહ ભારતસિંહનો એક દિવસનો દીકરો અને દીઓદર તાલુકાના મોજરુ ગામના આરતીબેન સોલંકીની પાંચ દિવસની દીકરીને આગમાંથી બચાવી સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બંન્ને બાળકો ગંભીર હાલતમા હતા.જેમાં હની હોસ્પીટલમા આઇસીયુમા લાગેલ આગથી ગંભીર હાલતમા હતું તે બાળકનું આજે શિહોરીના કુલદીપસિંહ ભારતસિંહના બાળકનું સારવાર દરમ્યાન ડીસા હોસ્પીટલમાં મોત નીપજ્યું છે. જેથી પરિવાર પર શોકના વાદળો છવાયા છે. અને જયારે લોકોની માંગણી છે કે શિહોરી ખાતે આવેલ હની હોસ્પીટલમા બે જવાબદારી પૂર્વક હોસ્પીટલ ચલાવતા ઈસમો પર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી સબક શીખવાવો જોઈએ અને જવાબદાર સામે ઝીણવટ ભરી તપાસ થવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાય છે. કારણ કે હોસ્પિલ ચલાવતા બેજવાબદારના કારણે બબ્બે બાળકો જેમને જન્મ્યા પછી આંખ ઉઘાડીને દુનિયા પણ જોઈ નથી અને મોતને વહાલું કરવું પડ્યું. પરિવાર પર આભ તૂટવા જેવું છે.