ચર્ચાસ્પદ ભારતમાલા પ્રોજેક્ટમાં વધુ એક ગેરરીતીની ફરિયાદ ઉઠી

બનાસકાંઠા
બનાસકાંઠા

વિકાસ તરફ અગ્રસર ગુજરાતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવા નવા વિકાસ કાર્યો થઈ રહ્યા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ભારત માલા રોડ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ કોઈક ને કોઈક વિવાદોના કારણે મીડીયામાં છવાયેલો રહે છે. ત્યારે આજે તેના કોન્ટ્રાક્ટરો દ્વારા જિલ્લા અને રાજ્યના વહિવટી તંત્ર તથા ચુંટાયેલી પાંખની મિલી ભગતથી ખાણ ખનીજની ચોરી કરી મોટી ગેરરીતી આચરાઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વિષેશ દરજજા સાથેના આ રોડ પ્રોજેક્ટને તમામ જગ્યાએ હયાત જમીનોથી ૧૦ થી ર૦ ફુટ સુધી ઉંચો લઈ જઈ અને બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડને ઉંચો બનાવવા માટે માટીની ખુબ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થવા પામી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતા રોડ માટે આજુબાજુના ગામડાઓની માટી બેફામપણે સરકારી નિતી નિયમોનો સરેઆમ ભંગ કરીને ખોદી લેવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા અને રાજ્યનું ખાણ ખનિજ તંત્ર તથા જિલ્લાના અન્ય વહિવટી તંત્રો અજાણ હોવાનો ડોળ કરી અને આંખ આડા કાન કરતા હોવાનું ચર્ચાસ્પદ બની રહ્યું છે. જિલ્લાના ચુંટાયેલા સત્તાધીશોની પણ આમા ભાગ બટાઈ હોવાનું આમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વિકાસશશીલ ભાજપ સરકાર આ અંગે કોઈ ઠોસ પગલા લેશે ખરા ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.