પાલનપુર રોટરી કલબ દ્વારા દિવ્યાંગ બાળકોનો વાર્ષિકોત્સવ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રોટરી કલબ ઓફ પાલનપુર દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જીલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત રોટરી કલબ ઓફ પાલનપુર તેમના ક્લબને ૭૫ વર્ષ પુર્ણ થવાના પ્રસંગે વર્ષ દરમ્યાન વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પાલનપુર શહેરના રોટરી હોલ ખાતે પાલનપુર અને ડીસા ખાતે ચાલતા દિવ્યાંગ સેન્ટરોના બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ખાતે ચાલતા ખુશીઓ કા ઘર અને પાલનપુર ખાતે ચાલતા એસ.કે.મેવાડા દિવ્યાંગ સેન્ટરના ૪૦ જેટલા બાળકો એ ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને લઈને કોરોના વેકસીન પર વિશેષ ભાર મુકી વેકસીન લેવા માટે સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેતા તમામ બાળકોને પ્રોત્સાહિત કરી ઈનામો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ના ગવર્નર અશોક મંગલ, કલબના સેક્રેટરી મેહુલ જાેશી, કોમ્યુનિટી સર્વિસ ડાયરેકટર અંદાજ પઢીયાર, આકાશ પુરોહિત, જીતેન્દ્ર પટેલ, નિલેશ પટેલ સહિત કલબના સભ્યો, આમંત્રિત મહેમાનો અને દિવ્યાંગ સેન્ટરોના સંચાલકો ઉપસ્થિત રહી અને દિવ્યાંગ બાળકોના ઉત્સાહ માં વધારો કર્યો હતો તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી કલબના સભ્ય પ્રશાંત ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.