
ડીસાના માણેકપુરા પાસેની નહેરમાં સફાઈ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો
ડીસાથી માણેકપુરા તરફ જતી દાંતીવાડા ડેમની નહેરમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે. આ નહેરમાં મોટા પ્રમાણમાં ગંદકી જાેવા મળી રહી છે. જેમાં આસપાસના ખેડૂતોએ જણાવ્યુ હતું કે નહેરની સફાઈ કરાતી નથી. તંત્ર દ્વારા રૂબરૂ તપાસ કરાતી નથી. ખેડૂતોને નહેરનું પાણી પિયત માટે લેવામાં તકલીફ ન પડે તે માટે આ બાબત ધ્યાન પર લેવા રજૂઆત કરાઇ હતી.
જેમા ટૂંક સમયમાં શિયાળુ સિઝન શરૂ થવાની તૈયારી હોઈ તાત્કાલિક ધોરણે આ નહેરમાં સફાઈ કામગીરી શરૂ કરાય તેવી ખેડૂતોની માંગ છે. દાંતીવાડા ડેમમાંથી આ વિસ્તાર સુઘી પિયતનું પાણી પહોંચાડતી આ નહેરની સફાઈ કરવા માંગ ઉઠી છે.