મલાણા પાણીના ટાંકાનુ કનેકશન કાપી દેવાતા રોષ
પાલનપુર તાલુકાના મલાણા ગામમાં અનુસૂચિત જાતિના વિસ્તારોમાં છેલ્લા દશ દિવસ પીવાનું પાણી ના આવતા સ્થાનિકો દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ગ્રામ પંચાયતમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા પીવાના પાણી માટે વલખા મારતા અનુસૂચિત જાતિના લોકો આખરે પાલનપુર કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યા કલેકટરને લેખિત રજૂઆત કરી તેમની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ની માંગ કરી હતી. અને તેમની માંગ સંતોષવામા નહિ આવે તો ધરણાં યોજવાની ચીમકી આપી હતી. પાલનપુર તાલુકાના મલાણા ગામે અનુસૂચિત જાતિના વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડતા પાણીના ટાંકાનું કનેક્શન કાપી દેવામાં આવતા અનુસૂચિત જાતિના વિસ્તારમાં છેલ્લા દશેક દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે, દલિત વિસ્તારમાં સર્જાયેલ પાણીની સમસ્યા નો ઉકેલ લાવવા ગ્રામ પંચાયતમા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. પાણીની તંગી વેઠતા લોકોને પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરવી પડી રહી હોઇ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા અનુસૂચિત જાતિના લોકો આખરે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા પાલનપુર કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.જ્યા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. અને તેમની માંગ સંતોષવા માં નહિ આવે તો કલેકટર કચેરી આગળ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.