વડગામ ના માહી ગામની પ્રાથમિક શાળાની સંરક્ષણ દીવાલ નું કામ નિયમ વિરુદ્ધ થતા ગ્રામજનો માં રોષ
સાડા ત્રણ મીટર ની ઊંચાઈ ની જગ્યા એ ત્રણ ફૂટ નું કામ કરી ભ્રષ્ટાચાર કર્યા ના આક્ષેપ, જર્જરિત દીવાલ ઉપર દીવાલ બનાવી: વડગામ તાલુકાના માહી ગામે આવેલ પ્રાથમિક શાળા ની જર્જરિત સંરક્ષણ દીવાલ નું કામ નિયમ વિરુદ્ધ કરી છાત્રો ના જીવન સાથે ખિલવાડ કરતા ગ્રામજનો દ્રારા કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના માહી ગામે આવેલ પ્રાથમિક શાળા ની સંરક્ષણ દીવાલ જર્જરિત થતા સ્કુલ ઓફ એક્સલન્સ ( એસ.ઓ.ઇ.) અંતર્ગત જર્જરિત દીવાલ ની જગ્યા એ નવીન સાડા ત્રણ મીટર ની ઉંચાઈ સાથે ની દીવાલ બનાવવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાકટર દ્રારા જર્જરિત દીવાલ ઉપર ફક્ત ત્રણ ફૂટ ની દીવાલ બનાવતા ગ્રામ પંચાયત ના સદસ્ય મફતલાલ પલાણી દ્રારા રજુઆત કરવા છતાં નિયમ વિરુદ્ધ તેમજ વિદ્યાર્થીઓ ના જીવન ના જોખમ રૂપ દીવાલ બનાવી દેતા ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાકટર દ્રારા સંરક્ષણ દીવાલ ની કામગીરી માં મોટો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના ગંભીર આક્ષેપો પણ ગ્રામજનો દ્રારા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે તંત્ર તાત્કાલિક તપાસ કરી બાળકો ના જીવન સાથે છેડા કરનારા સામે સખ્ત પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે.
દીવાલ હલતી હોવા ના આક્ષેપ: માહી પ્રાથમિક શાળા ની સંરક્ષણ દીવાલ ને લઈ વિવાદ સર્જાયો છે. પંચાયત સદસ્ય મફતલાલ પલાણી એ જણાવ્યું હતું કે દીવાલ ઉપર દિવાનું કામ કરતા આખી દીવાલ હલતી હોવાના આક્ષેપ કર્યા હતા. આ દીવાલ ના કારણે વિદ્યાર્થીઓ ના જીવન નું જોખમ ઉભું થયું છે. કોઈ પણ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ ? તેવો વેધક સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.